નમસ્કાર મિત્રો હું ઘણા સમયથી મારો બ્લોગ અપડેટ નહોતો કરતો કારણ કે મને એમ હતું કે મારો બ્લોગ કોણ જુએ છે ? પણ એક દિવસ અમરેલી થી ફોન આવ્યો કે હું તમારો બ્લોગ જોવું છું. ત્યારે ઈચ્છા થઇ કે કોઈક તો જુએ છે. આભાર સહ ...

શુક્રવાર, 10 મે, 2013

રાજ્યના કર્મચારીઓને ૮ ટકા મોંઘવારી ભથ્થું આપવા કવાયત

 ગુજરાત સરકારના ૪.૯૦ લાખ જેટલા અધિકારી , કર્મચારીઓ માટે આનંદના સમાચાર એ છે કે ગત સપ્તાહે ભારત સરકારે જાહેર કરેલા મોંઘવારી ભથ્થાંનો તાત્કાલિક અમલ કરવા માટે રાજ્યના નાણાવિભાગે કવાયત શરૂ કરી છે! આગામી એકાદ સપ્તાહ દરમિયાન જાન્યુઆરી ' ૧૩ની પુર્વવત અસરથી ૧૨માંક્રમનુ ૮ ટકા મોંઘવારી ભથ્થું ચૂકવવાની જાહેરાત પણ કરવામાં આવશે. આ સાથે છેલ્લા ૬ વર્ષમાં દરમિયાન રાજ્યના સરકારી કર્મચારીઓના પગારમાં કુલ ૮૦ ટકા ઉપરાંતનો પગાર વધારો નોંધાશે. જે અન્ય ક્ષેત્રો કરતા સૌથી વધૂ ઝડપે વ્યાપકસ્તરે પગારવધારો કરતાસંસ્થાનોમાં ગણાશે. *. ૬ વર્ષમાં સરકારી કર્મચારીઓના પગારમાં ૮૦%નો વધારો થશે *. કેન્દ્રની જાહેરાત બાદ રાજ્યનાં નાણાવિભાગે ફાઈલ તૈયાર કરાવી સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર છઠ્ઠા પગાર પંચના અમલ બાદ વર્ષ ૨૦૦૯થીગુજરાત સરકારના કર્મચારીઓનો પગારમાં મોંધવારી ભથ્થા સ્વરૂપે લગભગ ૧૫થી ૧૮ ટકા જેટલો વધારો થયો છે. છઠ્ઠા પગારપંચની ફોર્મ્યુલા અનુસાર જાન્યુઆરી અને જૂલાઈ મહિનામાં એમ વર્ષમાં બે વખત મોંઘવારીના ભાવાંક અનુસઆર ભારત સરકાર તરફથી જાહેર કરવામાં આવે છે. ગુજરાતમાં સરકારે પણ છઠ્ઠા પગાર પંચનો અંશતઃ સ્વિકાર કર્યો છે. દરવર્ષે ભારત સરકારની જાહેરાત બાદ બે-ત્રણ મહિના બાદ ગુજરાત સરકાર મોંઘવારી ભથ્થાના અમલનીજાહેરાત કરે છે. પરંતુ , આ વખતે ગત સપ્તાહે ભારત સરકારની જાહેરાત બાદ રાજ્યના નાણાવિભાગે તાત્કાલિક અસરથી તેનો અમલ કરવા માટે 'ચ' બ્રાન્ચથી ફાઈલ તૈયાર કરાવીને મુખ્ય સચિવ વરેશ સિન્હા, નાણા વિભાગના અગ્રસચિવ હસમુખ અઢિયા તેમજ નાણામંત્રી નીતિન પટેલની મંજૂરી માટે કવાયત શરૂ કરી છે.આગામી ૧૦-૧૫ દિવસમાં તેની અધિકૃતપણે જાહેરાત થાય તો નવાઈ નહીં. અત્યારે જૂલાઈ- ૨૦૧૨ મુજબ કર્મચારીઓના કુલ પગાર ઉપરાંત ૭૨ ટકા લેખે મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. જાન્યુઆરી ' ૧૩થી તેમાં ૮ ટકા વધારાની કેન્દ્રે જાહેરાત કરતા રાજ્યના કર્મચારીઓને પણ૮૦ ટકા મોંઘવારી ભથ્થુ ચૂકવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે , અન્ય તમામ ક્ષેત્રો કરતા સરકારી નોકરી કરતાનાગરિકોના પગારમાં સૌથી વધુ ઝડપેપગાર વધારો મળ્યો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો